વિશ્વ વિખ્યાત ગુજરાતી જાદુગર કે.લાલ
જાદુગર કે. લાલ એટલે કાન્તિલાલ ગિરધરલાલ વોરા. સૌરાષ્ટ્રના બગસરા ગામે ઈ. ૧૯૨૭માં જન્મ. પિતા કલકત્તામાં કાપડનો વેપાર કરતા. કાન્તિલાલને અભ્યાસ કરવા કરતાં બચપણથી જ મદારીના ખેલ, લોકગીતો અને હાસ્યપ્રયોગોમાં વધુ રસ હતો. ‘મહમદ છેલ‘ની જાદુની વાતો સાંભળી જાદુ પ્રતિ આકર્ષણ વધ્યું. ઈ. ૧૯૩૮માં ‘માઇટી ચેગ‘ના જાદુના ખેલ જોઈ પોતે પણ જાદુગર બનવાનો નિર્ણય કર્યો. પછી જ્યાંથી મળ્યું ત્યાંથી એ અંગેનું શિક્ષણ લઈ આપબળે પોતાનું આગવું કૌશલ વિકસાવ્યું. ગોગિયા પાશા અને સરકાર પછી કલકત્તાની ‘ઇન્ડિયન મેજેશિયન્સ કલબના તેઓ પ્રમુખ છે. તેમણે દુનિયાભરના નામાંકિત જાદુગરોની પ્રશંસા મેળવી છે. ઈ. ૧૯૬૮માં ઇન્ટરનેશનલ બ્રધરહુડ ઓફ મજિશિયન્સ સંસ્થાએ એમને સાત એવોડર્ઝ આપી એમનું બહુમાન કર્યું છે.
આજે કે. લાલ એ જાદુગરનો પર્યાય બન્યું છે. અત્યાર સુધીમાં (ઈ. ૧૯૯૬ સુધીમાં) કે. લાલે દેશ – વિદેશમાં ૧૬,૩૦૦ થી વધુ શો અને હાથચાલાકીના ખેલો કર્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમની અમદાવાદ મુલાકાત વખતે કે. લાલના જાદુના ખેલ જોવા તેમને ખાસ બોલાવ્યા હતા. કે. લાલે હાથચાલાકીના ખેલ તરીકે ઇન્દિરાની સાડીના છેડાને આગ લગાડવાની વાત કરી. અંગરક્ષકોએ ના પાડી દીધી. પરંતુ કે. લાલની ખ્યાતિથી પરિચિત ઇન્દિરાએ સંમતિ આપી અને કે. લાલે વડાપ્રધાનની સાડીના છેડાને આગ ચાંપી. ઘડીભર તો આખા ઓરડામાં ધુમાડો છવાઈ ગયો. ઉપસ્થિત મહાનુભાવોને પરસેવો વળી ગયો. પણ બીજી જ ક્ષણે ધુમાડો અલોપ થયો ને કે. લાલે ઇન્દિરાજીની સાડીના છેડાને યથાવત કરી આપ્યો. ઇન્દિરાજીએ ખુશ થઈને રૂપિયા પાંચ કરોડના ખર્ચે જાદુ શીખવવાની સરકારી સંસ્થા ઊભી કરવાની તૈયારી બતાવી પરંતુ સંસ્થા-સંચાલનમાં ઉપરી-અધિકારીઓની ડખલ સહન નહિ કરવા ઇચ્છતા કે. લાલે ના પાડીદીધી.
મહાત્મા ગાંધીજી
આજના ગુજરાતને – ભારતને –
વિશ્વને પૂ. ગાંધીજીનો પરિચય શો
કરાવવાનો? બુદ્ધ-ઈસુની
પરંપરાના એ યુગપુરુષ. આ યુગના સત્યાવતાર પૂજ્ય ગાંધીજીનો
જન્મ તા. ૨-૧૦-૧૮૬૯માં
પોરબંદર મુકામે થયો. વિદ્યાર્થી તરીકે તદ્દન સામાન્ય અને જુવાન થયા ત્યાં સુધી કેટલીક
અક્ષમ્ય ભૂલો પણ કરી બેઠા, પરંતુ
ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે ભારે જાગૃત. વિદેશમાં જઈ
બેરિસ્ટરની પદવી પ્રાપ્ત
કરી. દક્ષિણ આફ્રિકા એક કેસ લડવા ગયેલા, પરંતુ એમાંથી ત્યાં વસતા ભારતીયજનોની કફોડી
હાલતથી દ્રવી ઊઠ્યા અને ત્યાં ઐતિહાસિક સત્યાગ્રહને સફળળ બનાવ્યો. સમગ્ર વિશ્વને
એમણે સત્ય, અહિંસા, ન્યાય અને વિશ્વપ્રેમનો રાહ બતાવ્યો.
ભારતની આઝાદી તો એમને મન એક નિમિત્તમાત્ર હતી. વાસ્તવમાં તો આ મહામાનવનો જન્મ તો
એટલા માટે જ થયો હતો કે ભયંકર હિંસક શાસનકર્તાઓની હેવાનિયત સામે નૈતિક
હિંમતથી, આત્મબળથી અને અહિંસાના અમોઘ
શસ્ત્રથી કેવી રીતે લડી શકાય અને વિજય પ્રાપ્ત કરી શકાય
એની ઝાંખી સમસ્ત માનવજાતને
થાય. જીવન એ તેમની પ્રતિભાનું કાવ્ય હતું તો મૃત્યુ એ તેમની પ્રતિભાનું મહાકાવ્ય બની
ગયું. દાંડીકૂચ યાત્રા કરનાર આ માનવીમાં એવી તો કઈ દૈવીશક્તિ હતી કે જેના અહિંસક સત્યાગ્રહ
આગળ અંગ્રેજ સરકારના તમામ શસ્ત્રો બુઠ્ઠાં થઈ ગયા એ વિશે ભવિષ્યની પેઢી તો વિસ્મય જ પામવાની.
સૂર્યનું માત્ર સ્ત્રોત જ ઉચ્ચારાય તેમ મહાત્મા ગાંધીજીને વંદન જ કરવાના હોય.
૧લી મેના રોજ ગાંધી મંદિરનું
ખાતમૂર્હૂત કરવામાં આવ્યું. ત્યારે સૌપ્રથમ દેશ-વિદેશમાંથી લાવવામાં આવેલી માટી અને જળના કુંભ પધરાવવામાં આવ્યા
હતા. ત્યારબાદ રાજ્ય સરકારે ગુજરાત
રાજ્યના ૧૮ હજાર ગામડાંઓ અને ૧૬૯ શહેરોની માટી અને જળના કળશનો પણ મહાત્મા
મંદિરના નિર્માણમાં યોગદાન મળવું જોઈએ તેવા ઉદ્દેશ સાથે કારસેવાનું આયોજન
કર્યું હતું. આ કારસેવાનો સાતેક દિવસનો કાર્યક્રમ હતો. જેમાં ગામે ગામના
સરપંચો માટી અને જળના કળશ લઈને પાટનગર ગાંધીનગર ખાતે આવ્યા હતા. રાજ્ય
સરકારે આ કાર્યક્રમ દરમિયાન સરપંચોની આગતા સ્વાગતા અને મંડપ ડેકોરેશનના
હેતુ માટે પેમ્ફલેટો અને પુસ્તિકાઓ છપાવી હતી. જે માટે રાજ્ય સરકારે ૧૫
ઓગસ્ટ ૨૦૧૦ સુધીમાં ૮૭.૬૨ લાખનો ખર્ચ કર્યો છે.












No comments:
Post a Comment