બ્લોગને અલગ અલગ ભાષામાં જૂઓ

આ બ્લોગને બીજી ભાષામાં જોવા માટે ફ્લેગ પર ક્લીક કરો
ArabicBlogger Tips And Tricks|Latest Tips For BloggersFree BacklinksBlogger Tips And Tricks Korean Japanese Chinese Simplified
Russian Portuguese English French
German Spain Italian Dutch
Showing posts with label આપણું ગુજરાત. Show all posts
Showing posts with label આપણું ગુજરાત. Show all posts

Friday, 12 April 2013

સોરઠની ધરાના પાવન સંતો-મહંતો



ભકત નરસિંહ મહેતા

ભાવનગર જિલ્‍લાના તળાજા ખાતે નાગર જ્ઞાતિમાં જન્‍મયા હોવા છતાં ભકિત માર્ગનો જંડો લઇને અછુત જ્ઞાતિને આંગણે જઇ કરતાલ, મંજીરાથી ભગવાનની ભકિતમાં રંગાઇને અભેદભાવનો બોધપાઠ આપ્‍યો, સ્‍વરચિત આધ્‍યાત્મિક સત્‍યયો સમજાવતાં પદો રચ્‍યાં છે. એ વખતના જૂનાગઢનાં રા‘માંડલિકની આકરી કસોટીમાંથી પસાર થઇ ભગવંત મહિમાનું સાચું દર્શન કરાવ્‍યું. લોકભોગ્‍ય ભાષાના તેમના પદમાં શુદ્ઘ વેદાંત વણાયેલું છે. મહાત્‍મા ગાંધીજીનું પ્રીય ભજન ‘‘વૈષ્‍ણવ જન તો તેને રે કહેયે જે પીડ પરાઇ જાણે રે...’’ એ કૃતિ નરસિંહ મહેતાની છે. નરસિંહ મહેતાએ મોટા ભાગનો જીવનકાળ જૂનાગઢમાં વિતાવ્‍યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તેમની કર્મભૂમી જૂનાગઢ હતી.
શેઠ સગાળશા
વણિક જાતિમાં જન્‍મેલા શેઠ સગાળશા અને તેમની પત્‍ની સંગાવતી જૂનાગઢ નજીકના બીલખા ગામે રહેતાં હતાં. ગૃશસ્‍થશ્રમનું પાલન કરી સાધુસંતોની સેવા કરતાં આ દંપતિએ રોન એક સાધુને જમાડીને પછી જ જમવાનું આકરું વ્રત લીધું હતું. ભકતની કસોટી કરવા સાધુ સ્‍વરૂપે આવેલાં ભગવાનને તેમના એકના એક પુત્ર ચેલૈયાનું ભોજન માગતા આ દંપતિએ તેને વધેરીને ખાંડણીમાં ખાંડીને પ્રસાદ ધર્યો. કસોટીથી પ્રસન્‍ન થયેલા ભગવાને ચેલૈયાને પુનઃજીવીત કરી શેઠ સગાળશાને આશીર્વાદ પાઠવ્‍યા. બીલખામાં એ સ્‍થળ અને ચેલૈયાની જગ્‍યા આજે પણ મોજૂદ છે.
સંત દેવીદાસ
સંત દેવીદાસ જન્‍મ રબારી કોમમાં થયો હતો. પરબની પ્રખ્‍યાત જગ્‍યાના સ્‍થાપક સંત દેવીદાસ રકતપીત્તના દર્દીઓ અને કોઢ રોગથી પિડાતાં દર્દીઓની સેવા પોતે જાતે જ કરતાં. યુવાન આહિર કન્‍યા અમરબાઇ સાસરે જતાં રસ્‍તામાં પરબની જગ્‍યાએ દર્શન ગયેલાં અને સંત દેવીદાસની સેવા, નિષ્‍ઠાથી આકર્ષઇ સંસારનો ત્‍યાગ કરીને આજન્‍મ તેની સાથે રહ્યાં, અને રકતપીત્તના દર્દીઓની સેવા કરી. સંત દેવીદાસની સમાધિ જૂનાગઢ જિલ્‍લાના ભેંસાણ નજીક આવેલી છે, જેની આજે પણ પૂજા થાય છે.
આપા ગીગા
તોરી રામપર ગામે ગધ્‍ધઇ કુટુંબમાં જન્‍મેલાં ગીગા ભગતે ચલાલાના સમર્થ ભકત આપા દાનાની જગ્‍યામાં ઉછરીને સતાધાર ગામે સેવા ભકિતનાં આદર્શથી સંસ્‍થા શરૂ કરી. ગૌ સેવા, ગરીબોની સેવા અને અયાચક વૃતિ જેવા આદર્શો સાથે જીવન વિતાવ્‍યું. વિસાવદર નજીક આવેલા સતાધાર ખાતે આજે પણ હજારો શ્રધ્‍ધાળુઓ, યાત્રિકો ગીગા ભકતની સમાધિનાં દર્શને ઉમટે છે.
સહજાનંદ સ્‍વામિ
સ્‍વામિનારાયણ સંપ્રદાયના સ્‍થાપક સહજાનંદ સ્‍વામીનું મૂળનામ ઘનશ્‍યામ હતું. ઉત્તર પ્રદેશના અયોધ્‍યા પાસેના છપૈયા ગામે બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્‍મ થયો હતો. બારેક વર્ષની નાની વયે તેઓ ઘર છોડીને ફરતા ફરતા જૂનાગઢ જિલ્લાના શીલ પાસેના લોજપુર (લોએજ) ગામના મહાત્‍મા રામાનંદજીના શિષ્‍ય બન્‍યા હિન્‍દુ ધર્મનો પુર્નોદ્ઘાર કરી સ્‍વામીનારાયણ ધર્મનું સ્‍થાપન કર્યું. કચ્‍છ-સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં ઘણાં મંદિરો બંધાવ્‍યાં. અનુયાયી વર્ગ માટે મજબૂત નૈતિક બંધારણ ઘડયું ગામડે-ગામડે ઘુમીને ઉપદેશથી લોકોને દુર્વ્‍યસનોનો ત્‍યાગ કરાવ્‍યો.
ભકત ઇસરદાનજી
રાજસ્‍થાનના ચારણ કુળમાં જન્‍મેલા ઇસરોનજી યુવાન વયે ગિરનારની યાત્રાએ આવેલા અને નવા નગરના જામ રાવળ સાથે ભેટો થયો. કવિત્‍વ શકિતથી અભિભૂત થયેલા જામ સાહેબે તેમને ગામ ગરાસ આપેલાં.
શ્રીમાન નથુરામ શર્મા
ઝાલાવાડના મોજીદડ ગામે બ્રાહ્મણકુળમાં જન્‍મેલા નથુરામ શર્માએ ઉપનિષદો અને બીજા અનેક અઘરાં સંસ્‍કૃત ગ્રંથો પર ગુજરાતીમાં ટીકા લખી છે. જૂનાગઢનાં બીલખા ગામે આનંદાશ્રમની સ્‍થાપના કરી તેઓએ ત્‍યાં વસવાટ કર્યો. આજે પણ બીલખાના આનંદાશ્રમમાં સંસ્‍કૃત અદ્યયન તેમજ પ્રચાર પ્રસારની કામગીરી ચાલી છે. દેવતણખી ભગત
જૂનાગઢ પાસેના મજેવડી ગામે લુહાર જાતિમાં જન્‍મેલાં દેવતણખી ભકત દેવાયત પંડિતના સંસ્‍ર્ગથી ભકત થયા આજે પણ સમસ્‍ત લુહાર જાતિ મજેવડીમાં તેમની તથા તેમની પુત્રી વીરલબાઇની સમાધિના દર્શન કરી ધન્‍ય બને છે.
સંત મૂળદાસ
ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જાતિમાં જન્‍મેલાં સંત મૂળદાસે લુહારી કામ માટે કોલસા પાડતી વેળા એ એક લાકડામાં અસંખ્‍ય કીડીઓ સળગતી જોઇ, સંસારની અસારતાનો ખ્‍યાલ આવ્‍યો. ગોંડલની વડવાળા જગ્‍યાના સમર્થ સંત જીવણદાસના (લોહંગ સ્‍વામી) સંસર્ગ પછી શેષ જીવન અમરેલીમાં ગાળ્યું. આજે પણ અમરેલી ખાતે આવેલ સંત મૂળદાસની સમાધિએ લુહાર જ્ઞાતિ તેમજ ગોંડલિયા સાધુ સમાજ દર્શનાર્થે જાય છે તેમજ મૂળદાસ જયંતિ પણ ઉજવાય છે.
વાજસુર ભકત
જીવનભર જીવદયાના ઉપાસક રહેલાં વાજસુર ભકતનો જન્‍મ જૂનાગઢ જિલ્‍લાના માણાવદર પાસેનાં ઇન્‍દ્રા ગામે થયો હતો. ભાણ સાહેબના શિષ્‍ય સંત કાનજીસ્‍વામી સાથે જીવનભર રહી વડાલમાં સ્‍થાપેલી સંસ્‍થા અને તેમની સમાધિ આજે પણ મોજૂદ છે.
ભકત રાણીંગ
સોરઠ પ્રદેશના રોડસર ગામે બારોટ જાતિમાં જન્‍મેલાં ભકત રાણીંગે નાનપણથી દિક્ષા લઇને કાઠી, કોળી, કારડીયા વગેરે જાતિઓમાં ફરીને ભકિત-ભાવની ગંગા વહેવડાવી.
સંત મુંડિયા સ્‍વામી
મુંડિયા સ્‍વામીના નામે ઓળખાતા દયારામ જૂનાગઢ તાબાના ડમરાળા ગામે જન્‍મયા હતા. કુંભાર કરમણ ભકતના સત્‍સંગથી ઉરમાં પ્રગટેલાં વૈરાગ્‍યથી ઘરબાર છોડીને કચ્‍છમાં વસ્‍યા, પાછળથી જામનગર ખાતે તેમનો દેહત્‍યાગ થતાં જામનગરમાં તેમની સમાધિ છે.
બાળક સ્‍વામી
કેશોદ તાલુકાના મેસવાણ ગામે બાળક સ્‍વામી બાપુની સમાધિ આવેલી છે. લોકવાયકા મુજબ બાળક સ્‍વામીએ છ સમાધિ લીધેલી છે. આજે પણ સાધુ સમાજના મેસવાણી અટકના સાધુ તેમની સમાધિના દર્શનાર્થે જાય છે.

Indian scientists


Indian scientists have played a stellar role in the development of India. In the short span of its post-independence history India has achieved several great scientific achievements. Indian scientists have proved their mettle in the face of international sanctions and have made India one of the scientific powerhouses of the world. Here is a brief profile of famous Indian scientists.

C.V. Raman
C.V. Raman is one of the most renowned scientists produced by India. His full name was Chandrasekhara Venkata Raman. For his pioneering work on scattering of light, C.V. Raman won the Nobel Prize for Physics in 1930.

Homi Bhabha
Homi Bhabha, whose full name was Homi Jehnagir Bhabha, was a famous Indian atomic scientist. In Independent India, Homi Jehnagir Bhabha, with the support of Jawaharlal Nehru, laid the foundation of a scientific establishment and was responsible for the creation of two premier institutions, Tata Institute of Fundamental Research and Bhabha Atomic Research Centre.

Jagdish Chandra Bose
Jagdish Chandra Bose was born on November 30, 1858 in Mymensingh (now in Bangladesh). His father Bhagabanchandra Bose was a Deputy Magistrate. Jagadish Chandra Bose had his early education in village school in Bengal medium.

Meghnad Saha
Meghnad Saha was born on October 6, 1893 in Sheoratali, a village in the District of Dacca, now in Bangladesh. He was the fifth child of his parents, Sri Jagannath Saha and Smt. Bhubaneshwari Devi. His father was a grocer in the village. Meghnad Saha had his early schooling in the primary school of the village.

M. Visvesvaraya
Sir M. Visvesvaraya was born on September 15, 1860 in Muddenahalli village in the Kolar district of the erstwhile princely state of Mysore (present day Karnataka). His father Srinivasa Sastry was a Sanskrit scholar and Ayurvedic practitioner. His mother Venkachamma was a religious lady. He lost his father when he was only 15 years old.

Satyendra Nath Bose
Satyendra Nath Bose was an outstanding Indian physicist. He is known for his work in Quantum Physics. He is famous for "Bose-Einstein Theory" and a kind of particle in atom has been named after his name as Boson.

Subrahmanyan Chandrasekhar
Subrahmanyan Chandrasekhar was one of the greatest scientists of the 20th century. He did commendable work in astrophysics, physics and applied mathematics. Chandrasekhar was awarded the Nobel Prize in Physics in 1983.

Vikram Sarabhai
Vikram Sarabhai was one of the greatest scientists of India. He is considered as the Father of the Indian space program. Apart from being a scientist, he was a rare combination of an innovator, industrialist and visionary.

Anil Kakodkar
Dr Anil Kakodkar is a very distinguished nuclear scientist of India. He is presently the chairman of the Atomic Energy Commission of India (AECI) as well as the Secretary to the Government of India, Department of Atomic Energy.

APJ Abdul Kalam
Apart from being a notable scientist and engineer, Dr APJ Abdul Kalam served as the 11th President of India from the period 2002 to 2007. He is a man of vision, who is always full of ideas aimed at the development of the country and is also often also referred to as the Missile Man of India.

Birbal Sahni
Birbal Sahni was a renowned paleobotanist of India, who studied the fossils of the Indian subcontinent. Also a great geologist, Sahni is credited for establishing the Birbal Sahni Institute of Palaeobotany at Lucknow in the state of Uttar Pradesh. Born on 14 November in the year 1891 at Behra in the Saharanpur District of West Punjab, Birbal was the third son of Ishwar Devi and Prof.

Srinivasa Ramanujan
Srinivasa Ramanujan was a mathematician par excellence. He is widely believed to be the greatest mathematician of the 20th Century. Srinivasa Ramanujan made significant contribution to the analytical theory of numbers and worked on elliptic functions, continued fractions, and infinite series.

Dr. Shanti Swarup Bhatnagar
Dr Shanti Swaroop Bhatnagar was a distinguished Indian scientist. He was born on 21 February 1894 at Shahpur, which is located in Pakistan in present times. His father passed away sometime after the birth of Shanti Swarup Bhatnagar. As such, he spent his childhood days with his maternal grandfather who was an engineer and it was here that he developed an interest in science and engineering.

Har Gobind Khorana
Har Gobind Khorana is an American molecular biologist born on 9 January 1922 to an Indian Punjabi couple. For his work on the interpretation of the genetic code and its function in protein synthesis, he was awarded the Nobel Prize in the year 1968.

Monday, 8 April 2013

ગિરનાર

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર ઓછામાં ઓછો સમય ૪૫ મિનીટ નો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.

હીન્દુ ધર્મમા શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનાર ના પગથીયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તી થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળો માંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે. આ બધા સાથે અહીં આવેલ મુસ્લિમનાં ધર્મ સ્થાનકો આવેલ છે જેથી મુસલમાન યાત્રાળુઓ ને પણ અહીં આકર્ષે છે. આમ ગિરનાર ભારતની " અનેકતા મા એકતા " નુ સચોટ ઉદાહરણ પુરૂ પાડે છે.

પરિક્રમાનું મહત્વ

ગિરનારએ અગ્નિક્રૂત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પુનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.

આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

પરિક્રમાનાં સ્થળ

જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયત, શ્રી દુધેશ્ર્વર મહાદેવ મંદીરેથી સંતો-મહંતો, જીલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.

બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદીર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.

ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખુબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.

ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદીર આવેલુ છે. આ મંદીરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.

યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પુનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

પરિક્રમામાં યાત્રિકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત

*
યાત્રિકો જરૂર પુરતો સામાન સાથે રાખે તથા જરૂર મુજબ સુકો નાસ્તો, વોટરબેગ, નાનુ ચપ્પુ, પેપર, સાલ, સાબુ, ટુથબ્રશ, હાથપગ મોજા અને હાથબતી જેવી ચીજવસ્તુ સાથે રાખવી.
*
યાત્રા દરમિયાન પ્રાથમિક સારવાર માટે દવા તથા ગ્લુકોઝના પાઉચ સાથે રાખવા.
*
૩૬ કી.મી.ની આ યાત્રા પગપાળા હોવાથી પરસેવો, ડંખ કે ફોડલા પડે છે. તે માટે મોજાઓ વારંવાર બદલવા અને કેનવાસનાં બુટ પહેરવા વધુ હિતાવહ છે.
*
સામાન માટે કાપડનો થેલો રાખવો તેમજ સુતરાઉ કપડા પહેરવા અને યાત્રિક દીઠ ૫ કિલો વજન સાથે રાખવો જેથી વધુ થાક ન લાગે.
*
યાત્રા સ્થળે સામાજીક સંસ્થા દ્વારા શુધ્ધ અને આરોગ્યવર્ધક ભોજન અપાતુ હોવાથી બહારનો વાસી નાસ્તો ન ખાવો જેથી તબિયત ન બગડે આમ છતા જો તબિયત બગડે તો તરતજ ડોકટરી સેવા આપતી સંસ્થાનો સંપર્ક કરી તપાસ કરાવવી.
*
ચારે તરફ જંગલ હોવાથી રસોઈ બનાવતી વખતે આગ ન લાગે તેની કાળજી રાખવી. તેમજ પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષોને નુકશાન ન કરવું અને વન્ય પ્રાણીઓને છંછેડવા નહી.
*
યાત્રા દરમિયાન કિંમતી સામાન સાથે રાખવો નહી, લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી ગીરદી થતી હોવાથી ખિસ્સાકાતરૂથી સાવધાન રહેવું. કોઇ આકસ્મિક ઘટના બને તો નજીકનાં અધિકારીને જાણ કરવી. વગેરે...

પુરાણો ઈતિહાસ

ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઈતિહાસ છે.
(
૧) ભવનાથ મહાદેવ :- આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદીરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રૂદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રૂદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રૂદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.

જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતી કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પુનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.

(
૨) મૃગીકુંડ :- ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજાભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતી કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.

ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.